વીંછિયા બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીની નિમણૂક કરવામાં આવેલ. આમ વીંછિયા બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ જેમાં પ્રમુખપદે હિરેનભાઇ એચ.પરમાર, ઉપપ્રમુખપદે વનરાજભાઈ હણ, સેક્રેટરીપદે સંજયભાઇ એન.રામાનુજની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી વિવિધ વિભાગોમાં મોકલી આપવામાં આવેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.