બોટાદ જિલ્લા માં સુભાષ પાલેકર કૃષિ S. P. K.દ્વારા આજરોજ શિવાર ફેરી અંતર્ગત સૌરાષ્ટ્ર ની સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પદ્મશ્રી ડો. સુભાષ પાલેકરજી દ્વારા ગુજરાત રાજ્યના તથા અન્ય રાજ્યના જીજ્ઞાશું ખેડૂતોના સમૂહને લઈને આજરોજ તારીખ 24 12 23 ના રોજ બોટાદ તાલુકાના બોડી ગામના ખેડૂતના ફાર્મ ના નિર્દેશન બાદ પાળિયાદ ગામે વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય મહંત મહામંડલેશ્વર 1008 શ્રી પૂજ્ય નિર્મળાબા ની પ્રેરણાથી તેમજ અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી ભયલુ બાપુ દ્વારા પદ્મશ્રી સુભાષ પાલેકરજી સાથે તેમની વિચારધારા અનુસાર પ્રકૃત્તિના સંવર્ધન અને સંરક્ષણ માટેની મુહિમ ચલાવનાર જન આંદોલનના બધા જ સભ્યોના આદર સત્કાર અને ખૂબ જ પ્રેમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું તથા પૂજ્ય મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા અને પરમ પૂજ્ય શ્રી ભયલુ બાપુ દ્વારા પાલેકરજી ને હાર તથા શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખેડૂતોને અતિ આનંદ થયો તેમજ સંસ્થાનો આદર,સત્કાર, પ્રેમ ની લાગણી થી ખૂબ જ પ્રભાવિત થયા
તેમજ જગ્યામાં જે સદ પ્રવૃત્તિ ચાલી રહી છે તેની માહિતી અને માર્ગદર્શન મેળવી તેઓ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી અને પરમ પૂજ્ય ભઈલુ બાપુ દ્વારા ખેડૂતો માટે પાલેકરજી ને ગમે ત્યારે શિબિર ગોઠવવાની થાય તો આ સંસ્થા ના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે એવું કહેવામાં આવ્યું ત્યારબાદ તમામ ખેડૂતોએ ઠાકરનો પ્રસાદ લઇ છુટા પડ્યા.