સૌની યોજનાથી પાણી ખેડૂતો ને બંધ કરવામાં આવતા લડત ના મંડાણ

વડધ્રા ગામે મુળી-થાનગઢ તાલુકા ના ખેડૂતો ની જાહેરસભા યોજાઈ

વડધ્રા ગામે ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટીસંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બિન રાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુભાઈ કરપડા સહિત પંદર ખેડૂત આગેવાનો એ સભા ને સંબોધન કરેલ હતું છેલ્લા દોઢ મહિના થી ખેડૂતો ને પાણી સૌની યોજના માં થી છોડવામાં આવેલ હોય અને તળાવો ચેકડેમ ભરી આપવામાં આવેલા ત્યારે ખેડૂતો એ રવિપાક નું વાવેતર કરેલ હોય ત્યારે છેલ્લા પંદર દિવસ થી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો નો પાક મોઢે કોળીયો આવેલો છીનવાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થ‌ઈ છે ત્યારે ખેડૂતો એ લડત માટે રણનીતિ ઘડવા માટે આ સંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કરેલ હોય તેવી રીતે તમામ ગામો જેમ કે આશરે ૨૦ ગામોમાં થી હાજર રહ્યા હતા જેમાં રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે રાજકીય ઈશારે આ પાણી બંધ કરવામાં આવેલ છે તો આપણે સંગઠન તાકાત બતાવી લડત લડવી પડશે તેમ જણાવ્યું હતું કીશોરભાઈ સોળમીયા એ પણ પાણી લ‌ઈને જ જંપીશ તેવી હાકલ કરી હતી

બોક્ષ– આ પાણી રાજકીય ઈશારે જ બંધ કરવામાં આવેલ છે–-ગણપત પટેલ
આ બાબતે અમો એ સુરેન્દ્રનગર જિલ્લા સૌની યોજના કચેરી ખાતે રજુઆત કરવામાં ખેડૂતો ઉમટી પડયા હતા ત્યારે અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવેલ હતો પરંતુ બે કલાકમાં જ ગાંધીનગર થી ફોન આવતા બંધ કરવાની ફરજ અધિકારી ને પડી હતી ત્યારે ખેડૂત સમાજમાં ઘેરા પડઘા પડયા છે અને ધારાસભ્ય સ્થાનિક નેતાઓ ખેડૂત વિરોધી ની છાપ ઉભી થવા પામી છે

બોક્ષ- ખેડૂત સંમેલન માં ભંગાણ પાડવા સ્થાનિક ભાજપ આગેવાન દ્વારા કરાયા પ્રયાસ
ખેડૂતો ના સંમેલન માં અફડાતફડી થાય એ માટે સ્થાનિક આગેવાનો દિવસથી જ મહેનત માં લાગી ગયા હતા અને ભાજપ કાર્યકર ને વિરોધ કરવા ધકેલી દેવામાં આવેલા હોય ત્યારે ખેડૂત એકતા ની સામે વિલામોઢે પરત ફરવું પડેલ હોય નાલેશીભર્યા પરત ડગલા ભરવાનો સમય આ ખેડૂતો સામે આવેલ હોય અને પાણી બંધ કરાવવામાં કોનો હાથ છે તે ખેડૂતો ને નરી આખે જોવા મળતા સ્થાનિક નેતાઓ ઉપર ફીટકાર વરસાવતા ખેડૂતો જોવા મળેલ હતા

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More