યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરવર્ષે પારિવારિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. *ગંગા સ્વરૂપ માતાઓના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યો હતો
વ્યવસાયિક પરીવાર ના બહેનો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા,
જેમાં વર્ષ દરમિયાન વડીલ વંદના યાત્રામાં સેવા આપતા યુવાનો તેમજ દર શનિવારે વહેલી સવારે 05:00 કલાકે સેવા આપતા ગૌ સેવકોને સન્માનિત કરાયા હતા તેમજ સંસ્થાના પ્રમુખશ્રી અંકિત બુટાણી દ્વારા આખા વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા યોજાયેલ સેવાકીય કાર્યોનો ચિતાર પરીવાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સંસ્થા દ્વારા અનેક પરિવારોને આર્થિક મદદ કરીને આત્મહત્યા કરતા પણ બચાવ્યા છે.
સંસ્થાના ડોક્ટરશ્રીઓ દ્વારા અનેક લોકોને વિનામૂલ્યે સારવાર આપીને દેવાના ડુંગરમાં દબાતા પણ બચાવ્યા છે.
આ પ્રસંગે સંસ્થા દ્વારા દિવાળી ના પાવન પર્વે યોજાયેલ હરિદ્વાર વડીલ વંદના યાત્રામાં 100 જેટલા વડીલોને યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન 15 જેટલા સ્વયંસેવક મિત્રોએ સેવા આપી હતી.
શ્રવણ સમાન સેવા આપનાર મિત્રો ને પરિવાર સાથે સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મીનાક્ષી ડાયમંડ થી ધનજીભાઈ રાખોલીયા,શ્રી નીતિનભાઈ રાદડિયા, શ્રી નટુભાઈ કાછડિયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ લીડર શ્રી ભાવેશભાઈ રફાળીયા, એમેઝોન ડિજિટલના શ્રી સંદીપભાઈ કથીરિયા, ડો. મુકેશભાઈ પડસાળા, ડો. કિશોરભાઈ દુધાત, વ્રજ બિલ્ડર્સ ગ્રુપ તરફથી શ્રી ચતુરભાઈ રાદડીયા,
શ્રી કિશોર ભાઈ રાદડીયા,
ડૉ અમૂલખભાઈ સવાણી, ડૉ હરેશભાઇ બલર, ડૉ કેતનભાઈ વેકરીયા, પારસભાઈ સભાયા, રામભાઈ ચૌધરી, મનોજભાઈ જૈન સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્નેહમિલન સમારોહમાં બાળકો માટે પરિવાર માટે અલગ અલગ વિષયો પર વક્તવ્ય રજુ કરીને પરીવાર એક મંદીર બને એવા ભાવથી સુંદર સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું.