ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 29મી ડીસેમ્બરે પુષ્ય અમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર,રામ નગર,ભવનાથ નગર 1-2તેમજ ગોંડલ શહેર ની કોઈપણ સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..
તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે..
વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસ માં ખૂબ જ ઉપયોગી ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે…..
*આ સુવર્ણપ્રાશન સેવા હિતેશભાઈ દવે ના નિવાસ સ્થાને સ્નેહ કુંજ..પંચવટી સોસાયટી,ગણપતિ મંદિર સામે, રેલ્વે સ્ટેશન પાછળ,* તા.29મી ડિસેમ્બર શુક્રવારે સવારે 10 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધી સેવા નો લાભ મળશે.
પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર ,ભવનાથનગર1-2તેમજ સમસ્ત ગોંડલ શહેર ના બાળકો આ વ્યવસ્થાનો લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવેલ છે..
હિતેશભાઈ દવે દ્વારા રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવશે…જેમાં કિરણબેન દવે, બીટુબેન દવે સહયોગ કરી રહ્યા છે…..મોબા.નં.9909987711..