ગોંડલ ના સ્વ.દયાળજીભાઈ ભજિયાવાળા ની 27 મી પુણ્યતિથી નિમિતે ગાયો ને ગોળ,કૂતરાઓને દૂધ બિસ્કિટ,શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટ અને મમરાના લાડુ ની આપી ભેંટ

ગોંડલ ના સુપ્રસિદ્ધ જેલચોકવાળા સ્વ.દયાળજીભાઈ ભજિયાવાળા ની 27 મી પુણ્યતિથી નિમિતે રાજુભાઇ દયાળજીભાઈ ખંધેડિયા,પ્રથમ ખંધેડિયા અને ખંધેડિયા પરિવાર તરફથી ગોંડલ ની ગૌશાળા ની ગાયો ને ગોળ અને ખોળ, પક્ષીપ્રેમી ટ્રસ્ટ ના અકસ્માતગ્રસ્ત અને બીમાર કુતરા તથા ગલુડિયાઓને દૂધ અને બિસ્કિટ તેમજ ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામની પ્રાથમિક શાળા ના ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટ જેમાં સ્કેચપેન સેટ,ક્રેયોનકલર બોક્ષ, કલર પેન્સિલ સેટ,પેન્સીલ, રબર,શાર્પનર,ફૂટપટ્ટી,બોલપેન અને મમરા ના લાડુ નું પેકેટ સમાજસેવી હિતેશભાઈ દવે,આર.ડી.મહેતા નિવૃત ચીફ એન્જી.દિગુભા જાડેજા,જયેશભાઇ ના શુભહસ્તે વિદ્યાર્થીઓને તેમના માતાપિતા ની ઉપસ્થિતિમાં ભેંટ આપવામાં આવી..
શાળાના વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નિયમિત શાળાએ આવવું અને તંદુરસ્ત તન મન માટે બજારમાં મળતા પડીકા ના ખોરાક અને નાસ્તા ન ખાવા નું માર્ગદર્શન હિતેશભાઈ દવે એ આપવામાં આવ્યું.આર. ડી.મહેતા સાહેબ એ બાળકોને દરરોજ ઈશ્વર અને માતાપિતા ના ચરણસ્પર્શ કરવા અને અભ્યાસમાં ખૂબ મન લગાવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો..ઉપસ્થિત વાલીઓને બાળકોને બજારુ પડીકા ન આપવા અને પૌષ્ટિક ખોરાક આપવા અનુરોધ કરવામાં આવેલ.
પાંચિયાવદર શાળા ના આચાર્ય અને શિક્ષકો એ શાળાના ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને મમરા ના લાડુની ભેટ આપવા બદલ રાજુભાઇ ખંધેડિયા પરિવાર અને હિતેશભાઈ દવે, મહેતાસાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો…

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More