ધ્રાંગધ્રા આંબેડકર સર્કલ થી ભાગવતધામ ગુરુકુળ સુધી બનેલ ગૌરવ પથ બિસ્માર હાલતમાં નજરે ચઢી રહ્યો છે જો કે સોસીયલ મીડિયામાં અનેક ટકોર અને મીડિયા અહેવાલો બાદ જ તંત્ર હરકતમાઁ આવે છે પણ નવાઈની વાત એ છે કે તંત્ર દ્રારા રીપેર કરવામાં આવતા ખાડાઓ માત્ર મહિના દિવસમાં ફરી હતી એ જ સ્થિતિમાં આવી જાય છે જેના લીધે લોકો હવે નિસહાય નજરે ચઢી રહ્યા છે. એક તરફ ધ્રાંગધ્રાના હૃદયસમો અને 24 કલાક ધમ ધમતાં આ રોડ ઉપર જ શહેરની મોટાભાગની સ્કૂલો, મંદિરો અને સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે સ્થાનિકો અનેક હાલાકીઓનો સામનો કરી આ રસ્તે અવર જ્વર કરવા મજબુર બન્યા છે. માર્ગ અને મકાન વિભાગ એના લુલા બચાવમાઁ ગૌરવ પથની અવધિ પૂર્ણ થઇ ગઈ છે અને નવા રોડની મંજૂરી બાબતે ઉચ્ચ સ્તરે રજુઆત કરેલી છે તેમ જણાવે છે પણ વારંવાર ખાડાઓ રીપેર કરવા છતાંય મહિના દિવસમાં ફરી મસ મોટા ખાડાઓ શા ચમત્કારથી થઇ જાય છે એનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળે છે.
રિપોર્ટ: રવિરાજ સિંહ પરમાર…
ધાંગધ્રા