નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, કોસ્ટલ સિકયુરીટી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા દરિયાઇ સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા અન્ય સિસ્ટર એજન્સીઓ સાથેના સંકલનને વધુ અસરકારક બનાવવાના હેતુથી વર્ષમાં બે વખત Focused Coastal Security Exercise નું આયોજન કરવા સુચના આપવામાં આવેલ હોય,

Focused Coastal Security Exercise-2023 नं आयो४न डरती પશ્ચિમ કચ્છ- ભુજ પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, કોસ્ટલ સિકયુરીટી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા દરિયાઇ સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા અન્ય સિસ્ટર એજન્સીઓ સાથેના સંકલનને વધુ અસરકારક બનાવવાના હેતુથી વર્ષમાં બે વખત Focused Coastal Security Exercise નું આયોજન કરવા સુચના આપવામાં આવેલ હોય,

જે અનુસંધાને શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ પશ્ચિમ કચ્છ- ભુજ જિલ્લામાં “Focused Coastal Security Exercise-2023” નું આયોજન કરવામાં આવેલ. જેમાં એસ.ઓ.જી., એલ.સી.બી., એલ.આઇ.બી., કયુ.આર.ટી., બી.ડી.ડી.એસ. તથા તમામ પોલીસ સ્ટેશનોએ બંદોબસ્તની સ્કીમ પ્રમાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી ભાગ લિધેલ હતો. તેમજ અન્ય સિસ્ટર એજન્સીઓ પણ પોલીસ સાથે સંકલનમાં રહી સદર કવાયતમાં ભાગ લિધેલ હતો. સદર કવાયતમાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, વાઇટલ એરીયા, વાઇટલ પોઇન્ટ, મેજર પોર્ટસ, જેટી, લેન્ડીંગ પોઇન્ટ, ઔધોગિક એકમો તેમજ વ્યુહાત્મક મહત્વ ધરાવતાં પોઇન્ટ્સ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને એસ.ઓ.જી. દ્વારા સદર કવાયતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડમી આતંકવાદી હુમલો જખૌ પોલીસ સ્ટેશનના પિંગલેશ્વર લેન્ડીંગ પોઇન્ટ ખાતે સફળ લેન્ડીંગ કરવાનું ટાસ્ક રેડફોર્સને આપવામાં આવેલ હતું. જેમાં રેડફોર્સ દ્વારા કરવામાં આવનાર લેન્ડીંગને આંતરી લઇ બ્લુ ફોર્સ તરીકે જખૌ પોલીસ સ્ટેશન, એસ.ઓ.જી., ક્યુ.આર.ટી. તથા બી.ડી.ડી.એસ. દ્વારા રેઇડ ફોર્સના હુમલાને સફળતાપૂર્વક પકડી પાડી નિષ્ફળ બનાવવામાં આવેલ અને સદર કવાયતના જરૂરી ઉદેશો પૂર્ણ કરવામાં આવેલ હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More