Search
Close this search box.

Follow Us

ગોંડલ રેલવે તંત્ર દ્વારા લાલપુલ (રાતાનાલુ)નું વિસ્તરણ કરવામાં આવનાર હોય એક માસ માટે વાહન વ્યવહાર બંધ કરાયો

સહજાનંદનગર, પંચવટી સોસાયટી નાં લોકોને તથા શ્રી રામ હોસ્પિટલ આવતા દર્દીઓ ને આવન જાવનમાં અસર પડશે:

લાલ પુલનું કામ ચાલુ હોવાથી આ રોડ પરનો રોડ ટ્રાફિક ઉંબાડા નાલુ, આશાપુરા નાલુ અથવા ગુંદાળા ફાટક પર થી પસાર કરવો. હુદયથી : પશ્ચિમ રેલ્વે

ગોંડલના રાજવી કાળના રેલવે સ્ટેશનને રેલવે મંત્રાલય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા રંગ રૂપ આપવામાં આવી રહ્યા હોય ત્યારે વિકાસના અંતિમ ભાગ રુપે લાલપુલ( રાતુનાલુ) વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવનાર હોય એક માસ માટે આ પુલ નીચેથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે

લાલપુર ના જાહેરનામા જણાવ્યું છે કે વેસ્ટર્ન રેલવે દ્વારા ગોંડલ શહેરમાં આવેલ બ્રિજ નં.૪૩ (લાલપુલ)ના એકસપાન્શન કરવાનું કામ તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધી થનાર હોય,આ સમયગાળા માટે આ પુલને બંઘ કરવા સિનિયર સેકશન એન્જિનીયર, (વર્કસ), જેતલસર, વેસ્ટર્ન રેલવે દ્વારા તા.૩૦/૧૧/૨૦૨૩ના પત્રથી માંગણી કરવામાં આવેલ હતી જે બાબતે સી. એ. ગાંઘી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનાં હુકમ થી પુલના એકસપાન્શનના કામના સમયગાળા દરમ્યાન આ પુલ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર બંધ કરવાની થતી હોય, વાહનોના અવર-જવર કરવા માટે વૈકલ્પીક રૂટની વ્યવસ્થા તરીકે એલ.સી.-૩૫, આશાપુરા ફાટક અને એલ.સી.-૩૮, ગુંદાળા ફાટકનો વૈકલ્પિક ઉપયોગ થાય તે રીતે જાહેરનામુ

પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત સને-૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનયમની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર બનશે.લાલપુલ(રાતાનાલુ) એક માસ બંધ રહેનાર હોય રામ હોસ્પિટલ, સહજાનંદ નગર વિસ્તાર, રણછોડ નગર,સહીત અનેક સોસાયટીઓ નાં રહીશોને મુશ્કેલીઓ વેઠવી પડશે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More