નગરપાલિકા, પાલિકા સદસ્યના ડુપ્લિકેટ સિક્કાના આધારે ગોંડલમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ કાઢતી બે એજન્સીઓ પકડાઈ

હાદસોકા શહેર મનાતા ગોંડલમાં નિતનવા હાદશા બનતા જ રહેતા હોય છે ત્યારે અત્રેના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ પાસે આવેલ ક્રિષ્ના ઇન્ફો કોમન સ વસ અને અલ્ટ્રા જન સુવિધા કેન્દ્રમાં ગોંડલ નગરપાલિકાનાં સદસ્ય તેમજ નાયબ કાર્યપાલક ઈજનેરના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ તથા સહીઓના આધારે આધાર કાર્ડ કાઢી દેવામાં આવતું હોય પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી લઇ પાલિકાના સદસ્યએ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પાલિકા સદસ્યે બે યુવતી સહિત પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી લઈ પોલીસ ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ, નગરપાલિકાના સદસ્ય ષિરાજસિંહવજુભા જાડેજા એ ઉપરોક્ત બંને એજન્સીઓમાં જાત ચકાસણી કરતા તેઓના તેમજ નગરપાલિકા અને નાયક કાર્યપાલક ઇજનેરના ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ, સહીના ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ ઊભા કરી તેને ખરા ઠેરવી આધાર કાર્ડ કાઢી આપી તગડી કમાણીનું કૌભાંડ ધ્યાને આવતા પાલિકાના સદસ્ય રુષીરાજસિહે | પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાજલબેન રમણીકભાઈ આહીર તેના ભાઈ વિકાસ, અમિત દિનેશભાઈ પટેલ તેના ભાઈ પરેશ |

તેમજ દિવ્યાબેન જીતેન્દ્રભાઈ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉનામાં પોલીસે દરોડો પાડી નકલી આધાર કાર્ડ અને અન્ય સરકારી સેવાના ડુપ્લિકેટ કાર્ડ કાઢી આપતી એજન્સી પર દરોડો પાડી ત્રણને પકડી પાડ્યા હતા. સૌરાષ્ટ્રમાં આવી એજન્સીઓ ચાલુ થઈ જતાં જનતા માટે કોણ અસલી કોણ નકલી એ અલગ કરવું અઘરૂ થઈ ગયું છે. ત્યારે સિટીવાઈઝ માન્ય એજન્સીની સૂચિ જાહેરમાં મુકવી જોઇએ અને તેનો ઉલ્લેખ સ્પષ્ટ મોટા અક્ષરોમાં થવો જોઈએ.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More