ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંટાવા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બ્રેઝા કાર પકડી પાડી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ની સૂચનાથી ધાંગધ્રા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે જાડેજા , પોલીસ હેડ કોસ્ટેબલ દેવજીભાઈ વાઘેલા , સંજયભાઈ પાઠક , વિક્રમભાઈ રબારી, શક્તિસિંહ સિંધવ વગેરે પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોકસ બાતમીના આધારે કુડા રોડ કંટાવવા પાસેથી પસાર થતી બ્રેઝા કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂની 906 બોટલ જેની કિંમત રૂપિયા 218408 તથા કાર અને મોબાઇલ મળી કુલ રૂ 7, 28,400 ના મુદ્દા માલ સાથે ગાડી ચાલકને પકડી પાડ્યો તેવો જ્યારે અન્ય એક ઈસમ નાસી છૂટ્યો હતો પોલીસે ભરતભાઈ કાંતિભાઈ આતેસરીયા , નાશી જનાર ભુરો તથા ભરત કાળુ અને ઇન્દુબા ભાભર સહિત ચાર સખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ

બ્યુરો ચીફ:રવિરાજ સિંહ પરમાર….
ધાંગધ્રા

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More