સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતક્ષેત્રમાં 663.31 કરોડના કામોની વણઝાર

સેવા અને સક્રિયતાનો પર્યાય બનેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ ઋણાનું બંધ નામે પુસ્તક વિમોચન કરયું

1વર્ષના કરેલા ટૂંકા ગાળામાં કરેલા કામોની સમીક્ષા સાથે મતદાતાઓને સરવૈયું રજૂ કરતાં કસવાળા

સાવરકુંડલાના ઇતિહાસમાં ધારાસભ્ય હિસાબ રજૂ કરે તેવી પ્રથમ પહેલ કરતા કસવાળા
સાવરકુંડલા

રાજકારણ એટલે સેવા કરવાનું અનોખું માધ્યમ ગણાય પણ આજના રાજકારણીઓને શીખ લેવી હોય તો ધારાસભ્ય મહેશ કસવાળા પાસેથી લેવી પડે કેમ કે એક વર્ષના ટુંકા ગાળામાં ધારાસભ્ય પદ પ્રાપ્ત કર્યા બાદ સાવરકુંડલા લીલિયા મતક્ષેત્ર માટે 663.31 કરોડ જેવી માતબર રકમ સરકારશ્રી માંથી મંજૂર કરાવીને વિકાસની નવી કેડી કંડારવાનું ભગીરથ કાર્ય કરીને કરેલી કામગીરીની નિરૂપણ રૂપે સ્વ.લિખિત પુસ્તકનું વિમોચન સંત શિરોમણી ના વરદહસ્તે કરીને એક નવા જ રાજકીય ફલક પર અનેરી સિદ્ધિ સમાન ના સુકાર્યના શુભારંભની શરૂઆત કરી છે. સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતક્ષેત્રની કર્મભૂમિને ચૂંટણી જીત્યાના એકવર્ષના શાશન ગાળા દરમ્યાન ધારાસભ્ય મહેશ કસવાળાએ રિવરફ્રન્ટ, સ્પોર્ટ્સ સંકુલ, નર્મદાના પાણીથી ડેમો ભરવા, પાણી પુરવઠા માટે લાંબા ગાળાની યોજનાના કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે રોડ રસ્તાઓ, ગટર, સ્ટ્રીટ લાઈટ સાથે ગ્રામીણ ગામડાઓના વિકાસ અને જગતના તાત ને ખેતી માટેની અનેક યોજનાઓ થકી 663.31 કરોડ જેવી માતબર રકમ માત્રને માત્ર એક વર્ષમાં લાવીને નામના નહિ પણ કામના કહેવાતા ધારાસભ્ય કસવાળાએ સેવા અને સક્રિયતાનું સરવૈયું નામે ઋણાનું બંધ નામનું પુસ્તક વિમોચન સનાતન આશ્રમ બાઢડાના સંત શિરોમણી પૂજ્ય જ્યોટીમૈયાના વરદહસ્તે સાંસદ નારણભાઇ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતી વચ્ચે કરવામાં આવેલ હતું જેમાં ભાજપના નેતાઓની ઉપસ્થિતિથી શરૂઆતમાં કરોડોના કામોના લેખા જોખા કરીને ધારાસભ્ય કાળ દરમ્યાન કરેલી કામગીરીનું પુસ્તક રૂપે વિમોચન કરીને મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે પણ મતદાતાઓના હર્દય માં સ્થાન અંકિત કર્યું છે તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More