તારીખ. ૧/૧/૨૪ અને ૨/૧/૨૪. ના રોજ. ગુજરાતનાં ખ્યાતનામ ઇન્ટરનેશનલ એકટર, ડાયરેકટર. શ્રી સુર્યકિરણ રાવત લિખિત. અને સૂર્યકિરણ જી ના સ્વર માં જ ગવાયેલ. અયોધ્યા ખાતે નવ નિર્માણ થયેલ શ્રી રામ મંદિર અયોધ્યા નું હિન્દુસ્તાન નાં નંબર ૧ હિન્દી ગીત ” રામ મંદિર બના દિયા ” નું વિડીયો શુટીંગ ગોંડલનાં શ્રી રમાનાથ ધામ ખાતે. તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ભોજપરા ખાતે કરવામાં આવ્યુ.
જેમાં ગોંડલનાં યુવાન શ્રી અલ્પેશભાઈ પટેલે પણ આ હિન્દી ગીતમાં જંપલાવી ને. પોતાના તરફથી ગીતનાં લોકેશન. તથા શુટીંગ માટેની તમામ વ્યવસ્થા પુરી પાડી હતી. અને સાથે રહીને ગીતને ઈન્ટરનેશલ લેવલે રજુ કરવાની તૈયારી બતાવી હતી. જેમાં ગોંડલ નાં શ્રી કેયુરભાઈ પટેલ, રાજેનભાઈ ગોહેલ, કેતનભાઈ માકડીયા, જેવા યુવાનો જોડાયા હતા. ટુંક સમયમાં રિલીઝ થનાર રામલ્લા નું આ ગીત તમામ હિન્દુ લોકોમાં ખુબ ધુમ મચાવશે. અને તમામ હિન્દુસ્તાની આ ગીત સાંભળતાની સાથે જ હિન્દુમય. રામમય બની જાશે. તેવું ગીતનાં પ્રોડ્યુસર. શ્રી સુર્યકિરણ રાવતે જણાવ્યુ હતુ.
વધુમાં સૂર્યકિરણ રાવત જી દ્વારા ખોડલધામ કાગવડ ખાતે પણ એક ખોડીયાર માતાજીની ભક્તિમય. હર્દયસ્પર્શી સુંદર આરતી નું પણ વિડીયો શુટીંગનું કરવામાં આવ્યુ જેમાં સૂર્યકિરણ જી નો અભિનય કાબિલે તારીફ રહ્યો. આ ગીત પણ ટુંક સમયમાં જ રીલીઝ કરવામાં આવશે. તેવું શ્રી સુર્યકિરણ રાવતે જણાવેલ હતુ.
અંત માં શ્રી રાવતે રમાનાથ ધામ નો તથા કાગવડ મંદિર નો. તથા શ્રી કષ્ભંજનદેવ મંદિર ભોજપરા ના મહંત શ્રી હરિ સ્વામી અને શાસ્ત્રી શ્રી ઋષિકેશ સ્વામી નો. તથા. સમગ્ર ગોંડલ વાસિયો નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.