દરેક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ના સ્ટાફની દર ત્રણ વર્ષે બદલી કરવા કરેલી હતી માંગ

વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા સચિવશ્રી,
ગ્રાહક સુરક્ષા કોર્ટ,
ફૂડ,સીવીલ,અનેગ્રાહકોનો વિભાગ,સચિવાલય, ગાંધીનગર,વહીવટી દેખરેખ,તથાપ્રમુખ,રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન,ગોતા ચાર રસ્તા,ગ્રાહક ભવન,
મુખ્યમંત્રી,રાજ્યપાલ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,
ગુજરાતના વિવિધ જિલ્લામાંથી રજૂઆતો મળેલ છે કે,જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દરેક જિલ્લામાં આવેલ છે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ દર ત્રણ વર્ષ દરેક જ્યુડિશિયલ ઓફિસરોની સ્ટાફની બદલી કરવામાં આવે છે ત્યારે આ વિભાગમાં દસ દસ વર્ષથી કર્મચારીઓ ની બદલી કરવામાં આવતી નથી અન્ય તમામ સરકારી કચેરીઓ તથા અન્ય તમામ ડિપાર્ટમેન્ટમાં લેબર કોર્ટમાં વિગેરે જગ્યાએ ૩ વર્ષમાં બદલી કરવામાં આવે છે ત્યારે આ તંત્રને જ અન્યાય કેમ.? તેથી ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ,તથા સભ્યો અને તમામ પ્રકારના સ્ટાફની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવે તેવી માંગ સાથે તા.૯/૧૧/૨૩ ના રોજ માંગણી કરવામાં આવેલ હતી.જે રજૂઆતને સરકાર સ્વીકારી તા. ૦૧/૦૧/૨૪ ના રોજ બદલી કરવામાં આવતા આવા કર્મચારીઓની બદલી કરવાનો આદેશ કરતા આવા કર્મચારીઓ તરફથી ટિમ ગબ્બર ગુજરાતના સભ્યોનો આભાર વ્યક્ત કરેલ હોવાનું ટિમ ગબ્બર વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More