મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ તેમની સુવિધા માટે ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં બે વધારાના ચેરકાર કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 30 માર્ચ, 2024 સુધી તાત્કાલિક અસરથી બે વધારાના ચેરકાર કોચ લગાવવામાં આવશે.