તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયાના અઘ્યક્ષ સ્થાને તથા મંડળ પ્રભારી શ્રી મનોજભાઇ મહીનાની હાજરીમાં મળી બેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ તેમજ અમરેલી જીલ્લા ભાજપના માર્ગદર્શન તળે સાવરકુંડલા તાલુકા ભાજપની કારોબારી મંડળ ધારાસભ્યશ્રીના “અટલધારા” કાર્યાલય પાસે પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયાના અધ્યક્ષ સ્થાને તેમજ મંડળ પ્રભારી શ્રી મનોજભાઇ મહીડાની હાજરીમાં મળી હતી. આગામી લોકસભા ચુંટણીની તૈયારી કરવા માટે તેમજ સંગઠનને વધુ સક્રીય બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સ્વાગત પ્રવચન મહામંત્રીશ્રી ચેતનભાઇ માલાણી એ કર્યુ હતુ. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ૫ લાખથી વધારે મતો જીલ્લાના મકકમ નિર્ધાર તમામ બુથો ઉપર ભાજપ તરફી મતદાન થાય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની જનકલ્યાણકારી યોજનાઓ વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન ભારત, નલ સે જલ, અટલ પેન્શન, સુકન્યા સમૃધ્ધી, ગરીબોને ૨૦૨૮ના વર્ષ સુધી ફ્રી અનાજ, ગામડાના છેવાડાના માનવીને પહોંચે તેમજ દરેક ગામમાં ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમયે દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન અને મંદિરોમાં પુજા અર્ચના થાય તે માટે જરૂરી માર્ગદર્શન શ્રી જીવનલાલ વેકરીયા દ્વારા અપાયુ હતુ. સાથો સાથ સાવરકુંડલા તાલુકા મંડલના પ્રભારીશ્રી મનોજભાઇ મહીયાએ પોતાના પ્રવચનમાં સંગઠનાત્ક કાર્યો માટે કાર્યકર્તાઓને વધુમાં વધુ સક્રિય થવા માટે હાંકલ પણ કરવા જણાવેલ. આ સમગ્ર કારોબારી બેઠકનું સંચાલન તાલુકા ભાજપ મહાંમત્રીશ્રી નિતીનભાઇ નગદીયા એ કરયુ હતુ તેમ તાલુકા ભાજપની યાદીમાં જણાવાયુ હતુ.