ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગર (સર્વોત્તમ ડેરી) ના ૧૩૭ કરોડના બાધકામ અને મશીનરી ખરીદીના રોકાણને પુર્વ મંજુરીમાથી રાજ્ય સરકારે મુક્તિનો આદેશ આપ્યો. શુ સંઘના ભ્રષ્ટાચારને મંજુરીની મહોર મારી ?

• ૨૦૨૦ થી ૨૦૨૩ દરમ્યાન ભાવનગર દુધ સંઘની ગેરેરીતીઓ રાજ્ય સરકારના રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ અને કૃષિ અને સહકાર વિભાગ કાયદાની કલમો લગાવી સામે લાવેલ અને હવે અચાનક ગેરેરીતીમાથી મુક્તિ ?
• ભાવનગર દુધ સંઘના સંચાલકો ઉપર રાજ્ય સરકાર દ્વારા ચાલતી ગંભીર તપાસો પુર્ણ થાય તે પહેલા ખુદ રાજ્ય સરકારે સુરક્ષા કવચ આપ્યુ જે કાયદાથી વિપરીત છે.

ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગરની સર્વોત્તમ ડેરીના ત્રણ યુનિટો પર કરેલ બાંધકામ અને મશીનરી માટેના રોકાણો અંગેની કામગીરી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૭૧ અને ગુજરાત સહકારી મંડળી નિયમો ૧૯૬૫ નો નિયમ ૨૯(૧) ની જોગવાઇઓ અન્વયે ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘે રજીસ્ટારશ્રીની પુર્વ મંજુરી મેળવ્યા વગર રુપિયા ૧૩૭ કરોડનુ રોકાણ કર્યુ.
૨૨/૦૬/૨૦૨૦ ના રોજ રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્યે ભાવનગર દુધ સંઘને કર્મચારીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ અને મંડળીના નિયમો ૧૯૬૫ સંસ્થાના મંજુર થયેલા નિયમો મુજબ નિયામક મંડળ દ્વારા પોતાની ફરજો બજાવવાની હોય છે તેમા સંઘ પ્રથમ દર્શનિય રીતે કસુરવાર જણાતા શ્રી એ યુ રાઠોડ ચોક્સી અધિકારીની નિમણુક કરેલ.
તા.૦૨/૦૨/૨૦૨૧ રોજ સહકારી મંડળીના રજીસ્ટારશ્રી, ગુજરાત રાજ્યે ભાવનગર દુધ સંઘને કર્મચારીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ–૮૯ થી મળેલી સતાનો દુરુપયોગ કરવા બદલ અને ત્રણ યુનિટો (૧)સર ગામ ખાતેનો ચિલીંગ પ્લાન્ટ બાંધકામ રુપિયા ૫૦,૫૨,૩૪,૬૦૫ કરોડ,(૨)મોટા ખુંટવડા ખાતેનો ચિલીંગ પ્લાન્ટ બાંધકામ રુપિયા ૨૦,૭૯,૭૩,૬૧૦ કરોડ અને (૩)સર ગામની દાણ ફેકટરી સ્થાપવા રુપિયા ૬૬,૦૮,૦૯,૦૮૪/- આમ કુલ ૧૩૭,૪૦,૧૭,૨૯૯/- રુપિયા છે જેની સહકારી કાયદાની કલમ – ૭૧ મુજબની પુર્વ મંજુરી ન લઈને સંઘે કલમ–૭૧ નો ભંગ કરેલ છે. તે કારણોસર ધી ભાવનગર સહકારી દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગર (સર્વોત્તમ ડેરી) ના મેનેજીંગ ડીરેકટરને તાત્કાલીક અસરથી ફરજ મિકુફ કરવાનો નિયામક મંડળને હુકમ કરેલ.
તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ રાજ્યના નાયબ સચિવશ્રી,(અપિલ) કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથીઅને તેના નામે ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગરની (સર્વોત્તમ ડેરી) ત્રણેય રિવિઝન અરજીને ગ્રાહ્ય ન રાખેલ નથી. અને તા. ૦૪.૦૧.૨૦૨૪ ના એટલે કે આજ રોજ નાયબ સચિવશ્રી,કષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગએ ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગરની સર્વોત્તમ ડેરીના કૌભાંડો અને ગેરરીતીને સંજ્ઞાનમા લીધી હતી અને મેનેજીંગ ડીરેકટરને ફરજ મોકુફ કરેલ છે આ તમામ તપાસ રાજય સરકારના દફતરે ચાલુ છે છતા તેને સહર્ષ સ્વીકારી લીધી અને ૫૦,૦૦૦ પશુપાલકોના હિતોને આડે ધરીને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૭૧ હેઠળની પુર્વ મંજુરીમાથી મુક્તિ આપી દીધી અને કરોડો રુપિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફુટે તે પહેલા શિષ્ટાચાર રસમ સંપન્ન કરી. પશુપાલકોના નામે ભાજ્પા સરકાર દુધ સંઘના ભ્રષ્ટ્રાચારીઓ અને ગુનેગારોને છાવરવાનુ કામ પુર્ણ કર્યુ.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More