અફાટ રણ સોંસરવા નીકળેલા રોડની મનમોહક સુંદરતા માણીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રોમાંચિત થયા
કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ કચ્છના ખાવડાથી ધોળાવીરાને જોડતા ‘રોડ ટુ હેવન’ની સફર કરી હતી. સ્વર્ગ સમાન સુંદર રસ્તો એવા ‘રોડ ટુ હેવન’ની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આહલાદક અનુભૂતિ કરી હતી.
બંને બાજુ અફાટ રણ વચ્ચેથી સોંસરવો નીકળેલો રોડ આહલાદક અનુભવ કરાવે છે. ‘રોડ ટુ હેવન’ તરીકે પ્રસિદ્ધ થયેલો આ માર્ગ સાંતલપુર-ઘડુલી હાઈ-વેનો ભાગ છે. રણને ચીરીને નીકળતા આ રોડની ફરતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે. જ્યારે ઉનાળા બાદ દરિયાઈ પાણીના સુકાઈ જવાથી મનમોહક સફેદ રણ બને છે.
આ મુલાકાત દરમિયાન ભુજ પ્રાંત અધિકારીશ્રી એ.બી.જાદવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારશ્રી સુલોચના પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર. ઝનકાંત સહિતના અધિકારીશ્રીઓ સાથે રહ્યા હતા.
૦૦૦૦