ભગવાનબાપાનું ભાજપા ને યુવા અગ્રણી દિલીપ સંઘાણીને સમર્થન સાથે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી જાહેર કરવાના દિવસો યાદ કરતા સંઘાણી
“સત્વ અટલધારા” કાર્યાલય ખાતે લાગેલા ફોટોગ્રાફ નિહાળી સંઘાણી થયા ખુશ
જૂના સસ્મરણો વાગોળીને ચાય પે ચર્ચા કરતા દિલીપ સંઘાણી
ભાજપના અમરેલી જિલ્લાના મોટાગજાના ગણાતા નેતા અને ખેડૂતોની દેશની સૌથી મોટી સંસ્થા ઇફ્કો અને ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી આજે સાવરકુંડલા ના કર્તવ્ય નિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળાના “સત્વ અટલધારા” કાર્યાલય ખાતે મુલાકાતે પધાર્યા હતા અને ધારાસભ્ય કાર્યાલયનું બારીકાઇથી નિરીક્ષણ કરીને ધારાસભ્ય કસવાળાના ઇન્ચાર્જ પ્રતિનિધિ જીવનભાઈ વેકરીયા દ્વારા દિલીપ સંઘાણીનું બુકે આપીને અદકેરું સન્માન કર્યું હતું ને “સત્વ અટલધારા” ખાતે લાગેલા ભાજપના જૂના જોગીઓના ફોટો ગ્રાફસ જોઈએ આશ્ચર્યચકીત થઈ ગયેલા હતા. પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હામી સ્વ.ભગવાનબાપા કસવાળાના 40 વર્ષ જૂના ફોટાગ્રાફ અને તે વખતે યુવા કાર્યકર્તાઓ તરીકે દિલીપ સંઘાણીની શરૂઆતના સં-સ્મરણો વાગોળ્યા હતા ને સ્વ.કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સહિતના મહાનુભાવોએ અમરેલી જિલ્લામાં કરેલી ખેડૂતોના હિત માટેની ચળવળ અને કામગીરીની ફોટોગ્રાફી કસવાળાના સત્વ અટલ ધારા કાર્યાલય ખાતે જોઈ હતી ત્યારે ભગવાનબાપાનુ ભાજપાને અને યુવા આગેવાન તરીકે દિલીપભાઈ સંઘાણીને સમર્થન અને અમરેલીની કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી જાહેર કરવાની ભગવાનબાપાની હાકલ વાળી ઐતિહાસિક તસવીર જોઈ જૂના સ્મરણો તાજા કર્યા હતા ને દિલીપ સંઘાણી એ તમામ કાર્યકર્તાઓને આ દિવસની યાદો તાજી કરી હતી જ્યારે ભાજપના તમામ રાષ્ટ્રીય અધ્યક્ષો અને પ્રદેશ ભાજપના તમામ અધ્યક્ષોની તસ્વીરો જોઈને દિલીપ સંઘાણી અભિભૂત થઈ ગયેલા હતા ને ચાઈ પે ચર્ચાઓ કરીને 40 વર્ષ પહેલા જનસંઘ થી લઈને ભાજપ માટે કરેલી કામગીરીઓ અંગે યુવા કાર્યકર્તાઓ અને તેના સહયોગીઓ જોડે મુક્ત મને ચર્ચા વિચારણા કરી હતી. “સત્વ અટલધારા” કાર્યલાય ખાતે પધારેલા દિલીપ સંઘાણી ના સન્માન સમયે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદ પંડ્યા, જિલ્લા અનું.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કેશુભાઈ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ સાવજ, જિલ્લા ડાયમંડ સેલના પ્રમુખ ઘનશ્યામ ડોબરીયા, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, સાવરકુંડલા નગરપાલિકાના સેનીટેશન ચેરમેન હેમાંગ ગઢીયા, કિશોર બુહા, જાણીતા પત્રકાર ફારૂકભાઇ કાદરી, કિશન યાદવ સહિતના અગ્રણીઓ ખાસ ઊપસ્થિત રહ્યા હતા . દિલીપભાઈ સંઘાણી જોડે સહકારી નેતા જયંતીભાઈ પાનસુરિયા સંગાથે રહ્યા હતા તેમ તાલુકા ભાજપ કાર્યાલય માંથી જીવનભાઈ વેકરીયા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.