Search
Close this search box.

Follow Us

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ નિમિત્તે સમગ્ર દેશમાં કતલખાના, મીટ શોપ

ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવા અપીલ કરતા ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ નિમિત્તે સમગ્ર દેશમાં કતલખાના, મીટ શોપ, ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવા ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય ગિરીશ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અપીલ કરવામાં આવી છે.

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે તે પ્રસંગે સમગ્ર ભારતનાં અબોલ જીવોને અભયદાન મળે અને ઓછામાં ઓછું આ પવિત્ર દિવસે કતલખાના બંધ રહે તે માટે આ અપીલ કરવામાં આવી છે. અબોલ જીવોએ ભગવાન રામને વનવાસનાં સમય દરમિયાન તેમજ રાવણ સાથેના યુદ્ધ દરમિયાન ખુબ જ મદદ કરી હતી. વર્તમાન સમયમાં પણ દરેક માણસને પશુ, પક્ષી અને પ્રાણીઓનું સન્માન જાળવવું જોઈએ. પશુ, પક્ષી અને પ્રાણીઓની રામ ભગવાનની આ પ્યારી સેનાનું રક્ષણ અને પોષણ કરવું જોઈએ. તેમનું રક્ષણ ન કરી શકીએ તો તેમના ભક્ષક તો ન જ બનવું જોઈએ. દરેકે શાકાહારી બનવું જોઈએ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More