વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ૧૭ જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ રથ મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા પ્રજાજોગ સંદેશો ધ્યાનથી સાંભળ્યો હતો. આ સંદશો સાંભળી ભારતને વિકસિત કરવાના સંકલ્પને સાકાર કરવા પોતાનું યોગદાન આપવા તત્પર બન્યા હતા