વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં સહભાગી થવા ગુજરાત પધાર્યા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ શ્રી અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી મોઝામ્બિકના રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.
આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને મોઝામ્બિકના રાષ્ટ્રપતિશ્રીને આવકારવામાં આવ્યા હતા.