કબડ્ડીએ ભારતીય સંસ્કૃતિની એક ઐતિહાસિક રમત છે જેનાં મૂળ આશરે 4 હજાર વર્ષ જુના છે. વર્તમાન મોદી સરકારની રમત ગમત ને પ્રોત્સાહન આપતી નીતિ તેમજ ભારતની પૌરાણિક મૂળ રમતોને ફરી દેશની ગલીઓ, ગામડા અને શહેરમાં રમાડવાની નીતિ ને લીધી આજ નાં યુવાનોનો જુકાવ ફરી કબડ્ડી તરફ ઢળતો નજરે આવી રહ્યો છે. જો કે કબડ્ડી યુવાનોમાં શારીરિક ક્ષમતા વધારવા સાથે તેમને ઝડપી નિર્ણાયશક્તિ અને શરીરને સ્ફૂર્તિલું બનાવતી ઉત્તમ રમત છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના ખેલાડીઓ જિલ્લા કબડ્ડી એસોસેસિયન સામે એક ફરિયાદથી નારાજ છે. જિલ્લામાં કબડ્ડીની ટીમના અતિ ઉમદા 12 ખેલાડીઓ સરળતાથી મળી શકે તેમ છે પણ જિલ્લા કબડ્ડી પ્રમુખ અને મેનેજમેન્ટ દ્રારા સુરેન્દ્રનગરનાં બદલે અન્ય જિલ્લાના ખેલાડીઓ ઉપર જોર આપી બહારના ખેલાડીઓની પસંદગી કરી રમાડવામાં આવે છે એમાં ય ખાસ કરી ને જિલ્લાના ગામડાના ખેલાડીઓ સાથે અન્યાયરૂપ વર્તન બતાવવામાં આવે છે ત્યારે જિલ્લા કબડ્ડી એસોસેસિયન ફરજીયાત એક સિલેક્શન કેમ્પ રાખી માત્ર જિલ્લાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની ટીમને પસંદ કરવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર ધ્રાંગધ્રાનાં ખેલાડીઓ દ્રારા જિલ્લા પ્રમુખને લખ્યો હતો.
રિપોર્ટ : રવિરાજ સિંહ પરમાર.. ધ્રાંગધ્રા