બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ રહેશે

પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડ પર ચાલી રહેલા એન્જિનિયરિંગ કામને કારણે, બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન (09573/09574) તારીખ 14.01.2024 સુધી રદ (Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
1. દરરોજ સવારે 07.00 કલાકે ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન નંબર 09573
ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન 14.01.2024 સુધી રદ (Cancelled) રહેશે.
2. દરરોજ 17.05 કલાકે બોટાદથી ગાંધીગ્રામ જતી ટ્રેન ટ્રેન નં. 09574 બોટાદ-ગાંધીગ્રામ પણ 14.01.2024 સુધી રદ (Cancelled) રહેશે.
રેલવે પ્રશાસન રેલવે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ્વે પેસેન્જર ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કોઈ અસુવિધા ન થાય.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.