રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુમર રહ્યા ઉપસ્થિત
MoWCD,TRIF,NCRB,MoPR વિભાગ ના તજજ્ઞો દ્વારા “જેન્ડર બેઇઝ વાયોલન્સ ” સમાપ્ત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું: પ્રવિણાબેન રંગાણી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સુશાસન થકી સરકાર સરકારશ્રીના વિકાસ કાર્યોને જન જન સુધી પહોંચવા મા આવી રહ્યા છે અને મહિલાઓના ઉત્કર્ષ અને સુરક્ષા માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ લાવી મહિલાઓ પણ પુરુષ સમોવડી બને અને સ્વાવલંબી બની સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તે દીશામાં સતત કામ કરી છે ત્યારે ચાણક્ય હોલ ,સુષ્મા સ્વરાજ ભવન, પ્રવાસી ભારતીય કેન્દ્ર ,નવી દિલ્હી ખાતે ” જેન્ડર બેઇઝ વાયોલન્સ” સમાપ્ત કરવા અંગે વકઁશોપ યોજાયો.
૨૫ નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલાઓ સામેના હિંસા નાબુદી દિવસ અને 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ વચ્ચે ના ૧૫ દિવસ જેન્ડર બેઇઝ વાયોલન્સ સમાપ્ત કરવા માટે ના પ્રયાસોના છે.
ત્યારે મિનિસ્ટ્રી. ઓફ પંચાયતી રાજના ઉપક્રમે
મિનિસ્ટ્રી ઓફ વિમેન ચાઈલ્ડ ડેવલપમેન્ટ,મિનિષ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ, ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્ડિયા ફાઉન્ડેશન ના સહયોગથી “જેન્ડર બેઈઝ વાયોલન્સ “નાબુદી અંતર્ગત પંચાયતી રાજના ચૂંટાયેલા મહિલા જન પ્રતિનિધિઓ કઇ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માગઁદશઁન વકઁશોપ (સેમીનાર) યોજાયો. અને સંબંધિત વિભાગો ના તજજ્ઞો દ્વારા ઉપયોગી માગઁદશઁન આપવામાં આવ્યું હતું.
આ આ વર્કશોપ કાર્યક્રમમાં રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા,પંચમહાલ,નવસારી જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી તથા એક મહિલા સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.