ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા- તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનાઓ કરતા ઈસમ ગુરુમુખસીંગ કિશોરસીંગ ટાંક (સીખલીગર), ઉ.વ.૨૧, રહે. મોટી કુંકાવાવ, ભીમરાવનગર, તા.વડીયા, જિ.અમરેલી મુળ રહે. વડોદરા, વારસીયા, પાપલોર બેકરીની પાછળ, બીમા દવાખાના પાછળ, તા.જિ.વડોદરા વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ગુરુમુખસીંગ કિશોરસીંગ ટાંકને પાસા વોરંટની બજવણી કરી, જિલ્લા જેલ પોરબંદર ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
→ પાસા અટકાયતી ગુરુમુખસીંગ કિશોરસીંગ ટાંકનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૪૪૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ
(૨) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૩૦૨૦૩/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
(૩) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૧/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.