ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનાઓ કરતા ઇસમો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તો તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમોની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમો વિરૂધ્ધ પાસાના વોરંટો ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા બે ઇસમોને પાસા વોરંટોની બજવણી કરી, બન્ને ઇસમોને જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
→ પાસા અટકાયતી ઇસમોનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ
(૧) ગોવિંદસીંગ નાનકસીંગ બાવરી (ચીખલીગર), ઉ.વ.૨૪, રહે.મોટી કુંકાવાવ, ભીરામવનગર, તા.વડીયા, જિ.અમરેલી. મુળ રહે.વડોદરા, ઘાઘરેટીય, ઇન્દ્રનગર, સોમા તળાવ. :- મધ્યસ્થ જેલ, સુરત.
(૨) સુરેન્દ્રસીંગ સંતોકસીંગ ડાંગી (ચીખલીગર), ઉ.વ.૨૯, રહે.ગોંડલ, જામવાડી, તા.ગોંડલ, જિ.રાજકોટ. :- જિલ્લા જેલ, મહેસાણા
→ પાસા અટકાયતી ઇસમોનો ગુનાહિત ઇતિહાસઃ-
પાસા અટકાયતી ગોવિંદસીંગ નાનકસીંગ બાવરી તથા સુરેન્દ્રસીંગ સંતોકસીંગ ડાંગી વિરુધ્ધમાં નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૩૦૪૪૭/૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ
(૨) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૩૦૨૦૩/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭,
૩૮૦ મુજબ (૩) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૧/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭,
૩૮૦ મુજબ
આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ
ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ
કામગીરી કરેલ છે.