Search
Close this search box.

Follow Us

થોરાળા પોલીસે અંદાજિત રૂ. એક લાખની કિંમતના ચોરાયેલા છ મોબાઇલ ફોન શોધી મૂળ માલિકને સોંપ્યા

રાજકોટ તા. ૧૬ જાન્યુઆરી રાજકોટ ખાતેના થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ થોરાળા વિસ્તારમાંથી ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના આધારે શોધી કાઢવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત સાયબર ક્રાઈમ ડિટેક્શન ટીમના પોલીસ કોન્સ્ટેબલ શ્રી દિનેશભાઈ વાળા, શ્રી રાકેશભાઈ બાલાસરા અને અન્ય સ્ટાફે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનેટરીંગ કરતા રહે છે. જેના આધારે ગુમ અથવા ચોરાયેલ મોંઘાદાઢ મોબાઈલ ફોનને ટ્રેક કરી શોધી કાઢવામાં આવે છે. જેમાં ગત એક માસમાં “CEIR” પોર્ટેલના ઉપયોગ થકી રૂ. ૧,૧૮,૪૮૮ની કિંમતના કુલ છ મોબાઈલ ફોન શોધીને રીકવર કરવામાં આવ્યા અને મૂળ માલિકને પરત કરાયા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More