માન.રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતે દ્વારા “ફિર એક બાર-મોદી સરકાર”સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાવ્યો જયારે લોકસભા ચૂંટણીને લઈ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પોતાના મતક્ષેત્રમાં વોલ પેઇન્ટિંગ કર્યું જેમાં ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઈન્ટીગ અભિયાન શરુ કરવામાં આવ્યું છે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા “ફિર એક બાર-મોદી સરકાર”સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનના શુભારંભ સાથે જીલ્લા સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ તાલુકાના બેડી મુકામે વોલ પેઇન્ટિંગ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જીલ્લા મંત્રીશ્રી વિશાલભાઈ ફાગલીયા, રાજકોટ માર્કેટિંગયાર્ડ પ્રમુખશ્રી જયેશભાઈ બોઘરા, જીલ્લા યુવા મોરચા મહામંત્રીશ્રી દેવભાઈ કોરડીયા, જીલ્લા યુવા ઉપપ્રમુખશ્રી જયભાઈ સાગઠીયા, જીલ્લા ડોક્ટર સેલ કન્વીનરશ્રી ડો.દીપકભાઈ પીપળીયા, જીલ્લા પંચાયત પ્રતિનિધિશ્રી રાજેશભાઈ ચાવડા, તાલુકા મહામંત્રીશ્રી ગૌરવસિંહ જાડેજા, તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી ભરતભાઈ ડાભી, શ્રી નીતિનભાઈ સગપરીયા, શ્રી મીનાબેન પટેલ, શ્રી અજીતભાઈ ગમારા, શ્રી સંજયભાઈ મોલીયા, શ્રી મુનાભાઈ શિયાળ સહીત જીલ્લા યુવા મોરચા તેમજ તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ,સહ-ઇન્ચાર્જની યાદીમાં જણાવે છે.