ગોંડલની ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામોમાં હંમેશા અવ્વલ હોય જ છે તે સાથે – સાથે દરેક પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ હોય છે, ત્યારે હાલમાં જ તા. 16/01/2024 ને મંગળવારના રોજ રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં બાજી મારી હતી. જેમ કે, નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર ધોરણ 7 નો વિદ્યાર્થી શિયાળ ઋત્વિક, ભજન સ્પર્ધામાં પ્રથમ નંબર ગોંડલીય હેતાંશી ધોરણ 6 અને ચિત્રકલા સ્પર્ધામાં ચૌહાણ રાધિકા ધોરણ 7 દ્વિતીય નબર પ્રાપ્ત કરી ગંગોત્રી સ્કૂલ અને પરિવારનું તેમજ ગોંડલનું નામ રોશન કર્યું હતું.
આ તકે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલના ચેરમેન અને ફાઉન્ડર સંદીપ છોટાળા અને પ્રિન્સિપલ કિરણબેન છોટાળાએ આ વિદ્યાર્થીઓને અને સ્પોર્ટ્સનાં સ્કોચ શૈલેષ ભટ્ટને શુભેચ્છા પાઠવી હતી.