ટિમ ગબ્બર લાલઘૂમ: સતત બનતા અકસ્માત ના બનાવો અંગે તમામ રાજ્યોમાં કાયદો બનાવવા માંગ

વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વડાપ્રધાન,
કાયદામંત્રીશ્રી,રાજયપાલશ્રી તમામ રાજ્યના
મુખ્યમંત્રી,તમામ સાસંદ સભ્યોને લેખિતરજુઆત કરી જણાવેલ છે કે, તાજેતરમાં વડોદરામાં તળાવમાં જે બાળકોના ડુબી જવાથી મૃત્યુનો આઘાત જનક બનાવ બનેલ છે તે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બનેલ છે તેનાથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જ્યાં જ્યાં માણસોને બેસાડવાની મર્યાદા તથા વાહનોમાં વજનભરવાની મર્યાદા,વાહનોમાં પેસેન્જર બેસાડવાની મર્યાદા,ઉડન ખટોલામાં માણસો બેસાડવાની મર્યાદા,હોડીમાંબેસાડવાની મર્યાદા,ચકડોળમાં બેસાડવાનીમર્યાદા,ટેક્સી,ટ્રક,એસ.ટી.બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યા કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડક અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યા કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓને બસ,હોડી કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડાઈવર,વાહન માલિક,કે એજન્સીના કોન્ટ્રાકટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકીંગ કરનાર મામલતદાર,નાયબ કલેકટર,કલેકટર,પોલીસ,આર.ટી.ઓ.ઇન્સપેક્ટર,ચીફઓફિસર,મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસુરવાન ગણી દસ લાખનો દંડ તથા દસ વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે આ ઉપરાંત જ્યાં જ્યાં જેકેટ પહેરાવવાની જરૂરિયાત હોય ત્યાં ત્યાં જેકેટ પહેરાવવામાં આવે તેમજ ઉડન ખટોલામાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા અમારી માંગ છે.અમારી આ રજુઆત લાગુ પડતા વીભાગોમાં તથા કચેરીઓમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટિમ ગબ્બરના સરનામે મોકલવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.