અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે બાબરામાં એક આશ્ચર્યજનક અને દિવ્ય ઘટના બની છે.બાબરા ની મેઈન બજારમાં આવેલ મારૂતિ નંદન હનુમાનજીની મૂર્તિની આંખમાંથી આંસુની ધાર થતાં લોકો જોવા ઉમટી પડયા હતા.આ વાત વાયુવેગે પ્રસરી જતાં ચારેતરફથી જનમેદની મરૂતિ નંદન હનુમાનજી ના મંદિરે દર્શન કરવા ઉમટી પડી હતી અને જય જય શ્રીરામ જય જય શ્રી રામના નારા લગાવતા રામ ભક્તોનો જમાવડો જામી પડયો હતો.