ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં બાળકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માહિતી આપવામાં આવી હતી. આગ, પૂર, ત્સુનામી, અતિવૃષ્ટિ, ધરતીકંપ જેવી આપત્તિ જનક પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ થઈ શકે તેની માહિતી આપવામાં આવી હતી.
ફાયર સેફ્ટી બોટલનું નિદર્શન કરી આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીની બોટલ દ્વારા કેવી રીતે આગ બુઝાવી શકાય તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતુ.