કાર સેવક શ્રી વસંતભાઈ ત્રિવેદી – શ્રી બિપીનભાઈ દવે અને સ્વ.ધરમસિભાઈ દલવાડી ના ભત્રીજા નું સન્માન કરવામાં આવ્યું
આગામી તારીખ 22 ના રોજ આયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજવા જઈ રહ્યો છે ત્યારે આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા 1992 ના કારસેવા માં હળવદ થી ગયેલ ત્રણ કાર સેવકો નું સાલ – પુષ્પ માળા દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતુ આ તકે મંદિર ના મહંત પૂજ્ય શ્રી દિપકદાસજી મહારાજ , તાલુકા સંઘચાલકજી શ્રી દિલીપભાઈ સોની , બજરંગદળ ગુજરાત ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઠક્કર , શ્રી રાજુભાઈ ચનિયારા , પાટિયા ગ્રુપ ના દસાડીયા ભાઈ અને દલવાડી સાહેબ અને રાજુભાઈ દવે , પ્રેમજીભાઈ દલવાડી સહિત આગેવાનો આ તકે હાજર રહ્યા હતા ત્યારે હાજર સૌ ના મોહ મીઠા કરાવી અને હર્ષ ઉલ્લાસ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો
નમ્રતા પરીખ હળવદ
Author: ભાગવત ભૂમિ
Hi