શ્રી અયોધ્યા ધામમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમીત્તે રાજકોટ જિલ્લાના વીંછિયા શહેરમાં શ્રી રામલલ્લાની ભવ્ય શોભયાત્રાનું આયોજન કરેલ હતું.જેમાં દરેક સમાજના આગેવાનો, મોભીઓ અને રામભક્તો જોડાયેલા હતા, જેમાં એકતાના પ્રતિક સ્વરૂપે વોરા સમાજના અગ્રણી મેહબૂબભાઈ લક્ષ્મીધર તથા સાબીરભાઇ કપાસી તથા સમસ્ત વોરા સમાજ દ્વારા શ્રી રામલલ્લાના રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ તેમજ તેમના દ્વારા સરબતનું વિતરણ કરેલ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી પી. ડી. ગીગાણી તેમજ ખોજા સમાજના અમીરભાઈ રૂપાણી તથા સલીમભાઈ રૂપાણીએ શ્રી રામાલલ્લાના રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરેલ અને પ્રસાદ પણ વેહચેલ તેમજ શ્રીરામાનંદી સાધુ સમાજ વિંછીયાના પ્રમુખશ્રી સંજયભાઈ રામાનુજ તથા રામતોત્સવ સમિતિના દરેક સભ્યો તથા સમિતીવતી ભરતસિંહ રાઠોડ, નિલેશભાઈ ચાવડા, બિપીનભાઈ જસાણી, હિરેનભાઈ સોની,રમેશભાઈ રાજપરા , લઘુભાઈ ધાધલ, જીતુભાઈ કટેશિયા, અજયસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, પ્રહલાદ સિંહ ગોહિલ તેમજ ઘણા બધા આગેવાનો જોડાયેલ, આ શોભાયાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રીકુંવરજીભાઈ બાવળીયા સાહેબ પણ જોડાયેલા હતા. આ સાથે ઘણા બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, શૈક્ષણિક આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં રામભક્તો જોડાયેલા હતા. આમ આ શોભાયાત્રાનુ ઠેર ઠેર જગ્યા ઉપર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ. આમ આ શોભાયાત્રામાં જોડાયેલ તન – મન અને ધનથી તેમજ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલ તમામ રામ ભક્તોનો આ તકે વિછીયા રામોત્સવ સમિતિએ તેમનો આભાર માનેલ છે.