ગોંડલ:- અયોધ્યા ખાતે નવ નિર્માણ થનાર રામ લલ્લાનાં મંદિરને લઈને સમગ્ર ગુજરાત જ નહી પણ આખા ભારતથી લઈને દેશ-વિદેશમાં વસતા સમઞ્ર ભારતીયો અનેરા ઉત્સાહ સાથે કેસરીયો લહેરાવીને રામ ભક્તમયમાં રંગાઈ ગયુ છે.ત્યારે ગોંડલમાં પણ શ્રી જયમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત આશરે ૧૦૦ વર્ષ કરતા પણ વધારે જુનાં મેલડી માતાજીનાં મંદિર જેતપુર રોડ પર પણ શ્રી રામ લલ્લાનાં વધામણનાં માટે મહાઆરતી તથા પ્રસાદનું અનોખુ આયોજન કરવામાં આવેલ હતુ.
તથા ૫૦૧ દિવડા પ્રગટાવીને ભગવાનશ્રી રામની મહાઆરતી પણ કરવામાં આવી હતી.
જેમાં મંદિરનાં આસપાસનાં સમગ્ર વિસ્તારના લોકો તથા મહંત શ્રી કિરીટભાઈ હરમા,ભાવેશભાઈ પીપળીયા,હરેશભાઈ ઠુંમર,ચીંતનભાઈ ઘોણીયા,દેવાંગભાઈ પરમાર,કિરીટભાઈ દેસાઈ,મંથનભાઈ સોરઠીયા,જયદિપભાઈ ઠુંમર સહિતનાં યુવાનો જોડાયા હતા.વધુમાં મંદિરના મહંતે જણાવ્યુ હતુ કે આ મંદિરનું નવ-નિમાર્ણ કાર્ય કરવાનું હોવાથી જે કોઈ માયભક્તોને દાન,સોગાન,ભેટ કે ફાળો આપવો હોય તો તે ભકતોએ મંદિરનાં મહંતનો રૂબરૂ સંપર્ક કરી પોતાનો ફાળો લખાવી શકશે.