75 માઁ ગણતંત્ર દિવસ નિમિતે ધ્રાંગધ્રાનાં સતાપર ગામે તાલુકા કક્ષાનો રાષ્ટ્ર વંદના કાર્યક્રમ યોજાયો

(1) વિશિષ્ટ પ્રતિભા બદલ સામાજિક કાર્યકરોને સન્માનિત કરાયા.

(2) પત્રકાર મિત્રોનું પણ વિશિષ્ટ સન્માન

(3) સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, નૃત્ય સહીત ધ્વજવંદન કરાયું

(4) નાયબ કલેકટર, મામલતદાર,નાયબ પોલીસ અધિક્ષક ખાસ ઉપસ્થિત રહ્યા

દેશભરમાં ઉત્સાહભેર 75 મોં ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રાનાં સતાપર ગામે તાલુકા કક્ષાનો રાષ્ટ્ર વંદના કાર્યક્રમ યોજાયો હતો. ધ્રાંગધ્રા નાયબ કલેકટર અને એક્જેક્યુટીવ મેજિસ્ટ્રેટ ઓફિસની આગેવાનીમાં યોજાયેલ આ રાષ્ટ્ર વંદના કાર્યક્રમમાઁ ધ્રાંગધ્રા તાલુકાના શિક્ષક ગણ, વિશિષ્ટ પ્રતિભા શાળી સામાજિક યોગદાન , તલાટી કમ મંત્રી તેમજ પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર સૌ નું જાહેર મંચ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાના જુદા જુદા ગામના શાળા નાં વિદ્યાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક નૃત્ય, યોગ, વૃક્ષારોપણ સહીત વિવિધ કાર્યક્રમ કર્યા હતા. આ તકે ધ્વજવંદન કાર્યક્રમમાઁ ખાસ ઉપસ્થિત નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય, મામલતદાર શાહ, નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ જવાનો દ્રારા પરેડ કરવામાં આવી હતી. રાષ્ટ્ર ભક્તિ નાં ગીત અને રાષ્ટ્ર વંદના યુક્ત વાતાવરણમાઁ ઉપસ્થિત મહાનુભાવો દ્રારા ધ્વજવંદન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ .. રવિરાજ સિંહ પરમાર … ધ્રાંગધ્રા

Leave a Comment

Read More