રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસીંહ રાઠોડ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓમાં નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા ની રાહબરી હેઠળ તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા ના માર્ગદશન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોંડલ ડીવીઝન વીસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે જે દરમ્યાન મળેલ હકિકત ના આધારે (૧) ગોંડલ તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૪૩૦/૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ તથા (૨) જુનાગઢ જીલ્લા વંથલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૪૪૭/૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ તથા (૩) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૫૪/૨૩ આઇ.પી.સી. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના જુદા જુદા જીલ્લામા ચોરી તથા ઘરફોડના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે. ખાતે સોપી આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપી-
(૧) વિક્રમ સ/ઓ ધીરૂભાઇ બચુભાઇ ઉર્ફે મચ્છુભાઇ ચારોલીયા (સોલંકી) જાતે.દે.પુ ઉ.વ.૨૮, રહે.હાલ ગોંડલ આશાપુરા ચોકડી મામાદેવના મંદીર સામે નદીના કાંઠે મુળ રહે. વાસાવડ તા.ગોંડલ
કામગીરી કરનાર ટીમ-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા તથા પો.હેઙકોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસીંહ રાઠોડ તથા રૂપકબહાદુર બોહરા તથા ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા મથુરભાઇ વાસાણી તથા ભાવેશભાઇ મકવાણાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.