Search
Close this search box.

Follow Us

પડધરી તાલુકાના જીલરીયા ગામે પ્રજાસત્તાક પર્વ’ની ભવ્ય ઉજવણી કરાઈ

રાજકોટ તા.૨૮ જાન્યુઆરી- રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના જીલરીયા ગામની પ્રાથમિક શાળા ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.

કાર્યકમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરાઈ હતી. ત્યારબાદ ધ્વજવંદન કરાયુ હતુ. શાળાની બાળાઓએ ભારતમાતાના વિવિધ ગીતો પર નૃત્ય પ્રદર્શિત કર્યું હતું. આ સાથે પ્રાથમિક શાળાના બાળકોએ રામાયણના વિવિધ પાત્રોના પ્રેરક પ્રસંગો પરથી નાટકની રજૂઆત કરી હતી. ઉપરાંત શાળાની કન્યાઓ અને કુમારોએ દેશભક્તિ ગીતો રજૂ કરીને પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.

આ પર્વને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી રાજુભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મનિષભાઈ પટેલ અને શાળાના સમગ્ર સ્ટાફે યોગદાન આપ્યું હતું. આ તકે જીલારીયા ગામના સરપંચશ્રી, ગામના અગ્રણીશ્રીઓ, સી.આર.સી.કો.ઑર્ડિનેટર શ્રી વિશાલભાઈ વાળંદ, વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More