ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર ઑફિસર ચંદુભાઈ પરમાર અને ફાયર મેન જયદિપ સિંહ, જેરામભાઈ મોરી, કિરણભાઈ વાધેલા, તથા ડ્રાઈવર દર્શનભાઈ પરમાર દ્વારા ધાંગધ્રા શહેરની શાળા માં બાળકોને ફાયર સેફટી અંગે ડેમોનેશન આપી બાળકોને માહિતી આપવામાં આવી હતી . તેમજ બાળકો દ્વારા ફાયર સેફ્ટી વિશે પ્રશ્ન પૂછાતા ફાયર ઓફિસર દ્વારા જવાબો પણ આપ્યાં . ફાયરની ટીમ દ્વારા વપરાતા વિવિઘ સાધનો પણ બાળકોને બતાવ્યાં અને દરેક સાધનનો ઉપયોગ કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં કરાય એ પણ સમજાવવામાં આવ્યું.વિવિઘ પ્રકારે લાગતી આગની ઘટનાઓ વખતે શું કરવું અને શું ન કરવું એ પણ સમજાવવામાં આવ્યું.ફાયરની ટીમ આંગ લાગે તીયારે કેવી રીતે કામગીરી કરે છે એ પણ સમજાવવામાં આવ્યું. બાળકોને ફાયર સેફ્ટીનાં વિવિઘ સાધનો અને ગાડી બતાવામાં આવી હતી , ફાયર સેફ્ટી માટે નાં વિવિઘ સાધનોને કય રીતે કામ કરે છે બાળકોને સમજાવવામાં આવ્યું હતું
રિપોર્ટર : રવિરાજ સિંહ પરમાર….. ધાંગધ્રા