(2) હજારો ક્યૂબિક વધારાનું પાણીની આવક
(3) હજારો ટન પકવેલ મીઠુ નિષ્ફળ જવાની ભીતિ
(4) અગરિયાઓની વળતર માટે સર્વે કરવાની માંગ
છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો અને અગરિયાઓની નર્મદા વિભાગ સામેની ફરિયાદ ફરી એક વાર સામે આવી છે જેમાં કચ્છનાં નાનાં રણમાં ધ્રાંગધ્રા તાલુકાના કુડા, એંજાર, નરાળી, કોપરણી જેવા રણ કાંઠાનાં ગામના અગરિયાઓનાં પાટા ઉપર માળીયા બ્રાન્ચ કેનાલ નર્મદા નહેરનું વધારાનું પાણી આફત સમાન બન્યું છે. એક બાજુ અગરિયાઓની 4 મહિનાઓની તન તોડ મહેનત બાદ મીઠુ પાકવાના અંતિમ દિવસો નજીક છે ત્યારે મહત્વના એ જ સમયે હજારો ક્યુસેક વધારાનું પાણી આવી ચઢતા અગરિયાઓ ની જીવ અધ્ધરતાલ જોવા મળ્યા હતા. જો કે છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ યથાવત હોવાની રાવ સાથે અગરિયાઓ દર વર્ષે એક થી 2 વાર નર્મદા નહેરનું પાણી આજ રીતે તેમની મહેનત ઉપર પાણી ફેરવી જાય છે તેમ જણાવ્યું હતું. મહેનતથી અલગ તારેલા ડિગ્રી વાળા પાણી માટે મીઠુ પાણી ઝેર સમાન બની જાય છે ત્યારે હાલનાં સંજોગોમાઁ હજારો ટન મીઠુ ફરી એક વાર નિષ્ફળ જવાની બુમરાણ સાંભળવા મળી રહી છે. આ સાથે અગરિયા પરિવારોની પરમ્પરાગત કૂવીઓ માઁ જો મીઠુ પાણી પહોંચી જશે તો પોતાના જીવ ગુમાવવા સિવાય કોઈ રસ્તો નહીં બચે તેવી ફરિયાદ સાથે અગરિયાઓએ તંત્ર સમક્ષ સર્વેની માંગ કરી વળતર ચુકવવા અપીલ કરી રહ્યા છે.
રીપોર્ટ: રવિરાજ સિંહ પરમાર……. ધાંગધ્રા
Author: ભાગવત ભૂમિ
Hi