Search
Close this search box.

Follow Us

ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન

લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરી ડ્રોન ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂ આગામી ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ ટંકારા ખાતે મુલાકાતે પધારનાર છે. મહાનુભાવશ્રી ‘બ્લુ બુક’ મુજબની સુરક્ષા કવચ ધરાવે છે. જેથી તેઓશ્રીની સલામતી અર્થે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લતીપર ચોકડી થી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન ન ઉડાડવા મનાઈ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૧/૦૨/૨૦૨૪ થી તા. ૧૨/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More