Search
Close this search box.

Follow Us

ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ની વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16 માં સ્કૂટર રેલીથી વેગમાન બનતો પ્રચાર

*મોંઘવારી અને ભાંગી પડેલા ધંધાથી વેપારીઓ, ગૃહિણીઓ આમ જનતાનો જોરદાર મળતો પ્રતિસાદ**

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી ની સંયુક્ત યાદી જણાવે છે કે સાથી પક્ષ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ની વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16 માં સ્કૂટર રેલી રાજકોટ શહેરના વોર્ડ નંબર 16 ના શહેરના વિસ્તારોમાં જેમાં સવારે 9:30 કલાકે સૌપ્રથમ બાપુનગર ખાતેના સોરઠીયા વેબ બ્રિજ એસી ફૂટ રોડ ઉપરથી પ્રસ્થાન કરી જંગલેશ્વર, એકતા સોસાયટી, પટેલ નગર, નીલકંઠ પાર્ક, મેહુલનગર, પુનિત સોસાયટી, પરસાણા નગર સોસાયટી થઈ કોઠારીયા રોડ ખાતેના સુતા હનુમાન બડે બાલાજી સમાપન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 15 માં સાંજે 4:30 કલાકે 650 બાઇક 1200 કાર્યકરોની નીકળેલી સ્કૂટર રેલીમાં ચુનારાવાડ ચોક થી કુબલીયાપરા, થોરાળા,નવા થોરાળા, ખોડીયાર નગર, દૂધસાગર રોડ, ગંજીવાડા ચોક લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી, મનહરપરા, દૂધસાગર રોડ સહિતના વિસ્તારોમાં સ્કૂટર રેલી પ્રચાર અભિયાન પત્રિકા સાથે ફરી વળી હતી આ સમયે કારમી અને કાળજાળ મોંઘવારી થી ત્રસ્ત લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડેલો હતો જેમાં ભાંગી ગયેલા ધંધા અને મોંઘવારીથી ત્રસ્ત ગૃહિણીઓએ આ વખતે રાજકોટમાં ભાજપને ભગાડવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો હોય તેમ લોકો સ્કૂટર રેલીમાં જોડાયા હતા.

સ્કૂટર રેલીમાં લોકસભા 10 ના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણી સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી, વશરામભાઈ સાગઠીયા, રહીમભાઈ સોરા, મકબુલભાઈ દાઉદાણી, ગાયત્રીબા વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, મેઘજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ સોરાણી, શિવલાલભાઈ બારસીયા, પાલજીભાઈ, દીપ્તિબેન સોલંકી, યુનુસભાઈ જુણેજા, ઈન્દુભા રાઓલ , નયનાબા જાડેજા, ધરમભાઈ કાંબલીયા, ડી.પી મકવાણા, સુરેશભાઈ ગેરૈયા, શિવુભા જાડેજા, જય કારિયા, રાજુભાઈ ચાવડીયા, અરવિંદભાઈ મુછડીયા, નરેશભાઈ પરમાર, પ્રકાશભાઈ ચાવડા, ભરતભાઈ મકવાણા, જગાભાઈ મોરી, તુષાર નંદાણી, હરેશભાઈ ભારાઈ, મનીષાબા વાળા, અમનભાઈ ગોહિલ, ઈર્શાદભાઈ, રમઝાન ભાઈ, ભુપતભાઈ કોળી, હીરાલાલ પરમાર, હીરાભાઈ ચાવડા હાજીભાઇ ઓડિયા, રણજીતભાઈ મુંધવા, ઇન્દુભા રાઓલ, મકસુદભાઈ ઇબ્રાહીમભાઇ સોરા રાજુભાઈ આમરાણીયા હારુનભાઈ ઠેબા, કોમલબેન ભારાઈ, હરેશભાઈ ભારાઈ, સુરેશભાઈ બથવાર સહિતના રાજકીય, સામાજિક કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 

અતુલ રાજાણી,

(મો :- ૯૮૭૯૮૦૦૧૦૦)

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More