વીરાભાઈ હુંબલ પરિવાર દ્વારા કરવામાં આવી મિલેટસ ડીનરની વ્યવસ્થા
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટના ઉપક્રમે સ્ટાફ મેમ્બર્સ અને રસ ધરાવનારા લોકો માટે ઓનલાઈન તથા સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ સેમિનાર, જય મુરલીધર ફાર્મ, 150 ફૂટ રીંગ રોડ ખાતે વીરાભાઈ હુંબલના સહકારથી યોજાઈ ગયો. જેમાં માસ્ટર ટ્રેનર ભરતભાઈ દુદકિયાએ સોફ્ટ સ્કીલ વિષયક ટ્રેનિંગ આપી હતી.
નેશનલ ટ્રેનર ભરતભાઈ દુદકિયાએ સોફ્ટ સ્કીલની એક બ્રાન્ચ ‘ઈગો સ્ટેટ્સ’ બાબતે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તારપૂર્વક સમજ આપી હતી. તેમણે સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિમાં ત્રણ વ્યક્તિ જીવિત હોય છે. આપણી અંદર એક બાળક, એક યુવાન અને એક વૃદ્ધ સતત હાજર હોય છે જે સમય અને સંજોગો પ્રમાણે પોતાનો પ્રભાવ બતાવે છે.
તેમણે અલગ અલગ બૌદ્ધિક રમતો રમાડીને અશક્યને શક્ય કેમ બનાવવું ? હકારાત્મક વિચારસરણી કેમ રાખવી ? એક સામાન્ય માણસમાંથી ટોપ પર કેમ પહોચવું સહિતની બાબતો વિષે સવિસ્તાર માહિતી આપી હતી.
આ સેમિનાર બાદ મિત્તલ ખેતાણીએ આખા સેમિનારનો સાર રજુ કર્યો હતો તો ટ્રેનરનો પરિચય આપી આભારવિધિ કૌશિકભાઈ મહેતાએ કરી હતી. સૌ સ્ટાફ મિત્રોએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સેમિનારનાં અંતે જય મુરલીધર ફાર્મના વીરાભાઈ હુંબલ, ચંદુભાઈ હુંબલ પરિવાર તરફથી મિલેટસ ડીનરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
—