મોરબી જિલ્લા વાસીઓને વધુ ને વધુ મતદાન કરવા અપીલ કરતા SAVERA INN હોટલના માલિકશ્રી મિતેશ પટેલ
મોરબી
આગામી ૭મી મેના રોજ સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ આયોજનો કરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના વેપારીઓ પણ મતદાન જાગૃતિના આ પ્રયાસમાં જોડાયા છે જે અન્વયે મોરબી જિલ્લાની લગભગ તમામ મોટી હોટલ અને રેસ્ટોરેન્ટ દ્વારા મતદાન કરેલા વ્યક્તિઓ માટે આગામી ૭મી મેના રોજ ૧૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર બનાવવામાં આવી છે.
મોરબીની SAVERA INN હોટલના માલિક મિતેશ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જે મતદાન જાગૃતિ અંતર્ગત પહેલ કરવામાં આવી છે. ચૂંટણી વખતે લોકોને જાગૃત કરવાની આ પહેલમાં અમે મોરબીના હોટલ માલિકો પણ જોડાયા છીએ. આગામી ૭ મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્યારે મોરબી અને ગુજરાતની જાહેર જનતાને વિનંતી કરું છું કે, મતદાનના દિવસે શક્ય એટલું વધુમાં વધુ મતદાન કરો. મતદાન કર્યા બાદ ઘરે જમવાનું બને એમ નથી તો હોટલ SAVERA INN ફૂડ ઉપર ૧૦% ડિસ્કાઉન્ટ આપશે તેમજ તમે ક્યાંક બહારથી આવ્યા હોય અને મોડું થઈ ગયું હોય તો રોકાવા માટે રૂમમાં પણ અમારી હોટેલ ૧૦% ડિસ્કાઉન્ટ પ્રોવાઇડ કરશે. જેથી તમારો કિંમતી મત જરૂરથી આપજો અને એ મતનો પુરાવો અમને બતાવી આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવજો. ૧૮ વર્ષ પુરા થયા બાદ યુવાનો માટે જેમ લાઇસન્સ મેળવવું એક શોખ છે તેમ મતદાનને પણ એક શોખ બનાવવો જોઇએ.
આમ મતદાન કરનાર મતદાન કરી અને એનો પુરાવો મોરબીની હોટલ SAVERA INN માં બતાવશે તો તેમના દ્વારા ફૂડ અને રોકાણ માટે રૂમ પર ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી હોટેલ સવેરા એના માલિક મિતેશ પટેલ દ્વારા મોરબીની જનતાને વધુને વધુ મતદાન કરવા પણ અપીલ કરવામાં આવી છે.