પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી*
રાજકોટ, તા. ૨૮ એપ્રિલ – રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં
આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર્સ અને વિવિધ સમિતિઓના નોડલ ઓફિસર્સની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. પોસ્ટલ બેલેટ અને મોક પોલની કામગીરી તેમજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ.વી.એમ.), વી.વી.પેટ, બી. યુ., સી.યુ.ની ચકાસણી વિષયક સૂચનાઓ આપી હતી. તેમજ મતદાન મથકે સ્ટેશનરી કીટ, મેડિકલ કીટ સહિતની વ્યવસ્થાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછાર, શ્રી ચાંદનીબેન પરમાર, નિશાબેન ચૌધરી, વિમલભાઈ ચક્રવર્તી, રાજેશ્રીબેન વંગવાણી, જે. એન. લિખીયા, ગ્રીષ્માબેન રાઠવા, રાહુલભાઈ ગમારા, સુબોધ દુદકીયા સહિતના આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરશ્રીઓ, એમ.સી.એમ.સી. નોડલ ઓફિસરશ્રી સોનલબેન જોષીપુરા, સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવી, ડી.આર.ડી.એ. નિયામકશ્રી એ. કે. વસ્તાણી, મામલતદારશ્રી એમ. ડી. દવે સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયાં હતાં.
માર્ગી