Search
Close this search box.

Follow Us

લોકસભા ચૂંટણી દરમ્યાન મળેલી ફરિયાદોમાં મુખ્યત્વે નીચે મુજબની ફરિયાદો મળી હતી.

લોકસભાની યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ મતક્ષેત્રમાંથી કોંગ્રેસ પક્ષના કન્ટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, વરિષ્ઠ નેતાશ્રી બાલુભાઈ પટેલ, લીગલ સેલના ચેરમેનશ્રી યોગેશ રવાણી, કન્વિનરશ્રી નિકુંજ બલ્લરે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી દરમ્યાન મળેલી ફરિયાદોમાં મુખ્યત્વે નીચે મુજબની ફરિયાદો મળી હતી.
1. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ રોડ-શો આદર્શ આચાર સંહિતાની તદ્દન વિરૂધ્ધમાં છે.
2. અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં ગેરરીતિ અંગેની ફરીયાદ
3. ઘાટલોડીયામાં આવેલ નાલંદા સ્કુલ રૂમ નંબર-૨માં વી.વી.પેટમાં નાખેલા વોટની સ્લીપ દેખાતી નથી અને નિકળતી નથી
4. શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ વોટીંગનું જીવન પ્રસારણ કરીને મતદારોને પ્રભાવીત કરવામાં આવેલ છે.
5. ૧૭-ખેડા લોકસભાના બે બુથ દસક્રોઈ ૫૭ માં ગેરરીતિ અંગેની ફરિયાદ
6. કાલંદરી મસ્જીદ પાસે લગાવવામાં આવેલ બેનર દ્વારા લઘુમતિ સમુદાયના લોકોને વોટીંગ ના કરવાની ઝુંબેશના અનુસંધાને લાગેલ બેનર.
7. ૦૮-અમદાવાદ પૂર્વ લોકસભાના એ.જી. ટીચર્સ સ્કુલમાં બુથ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી બી.એસ. પટેલે લોકપ્રતિનિધિ ધારાનો પાલન કરેલ નથી અને બુથમાં એજન્ટોને બેસવા દીધેલ નથી તેમજ કોંગ્રેસના વોર્ડ પ્રમુખશ્રીને માર મારવામાં આવ્યો હતો.
8. ૦૮-અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણીનગર બુથ નં. ૨૩૧ અને ૨૩૨માં ગેરરીતિ અંગેની ફરિયાદ
9. ૦૮-અમદાવાદ પશ્ચિમ શાહપુરની સ્કુલ નં. ૭ અને ૮, બુથ નં. ૫૩માં પોલીસ કર્મચારી દ્વારા ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવેલ છે જે આદર્શ આચાર સંહિતાની વિરૂધ્ધ છે.
10. ૦૬-ગાંધીનગર લોકસભા વિસ્તારના વેજલપુર બુથ નં. ૨૨૬માં સંકલીતનગરમાં કાલુ ગરદન નામના જેલમાંથી છુટેલ અને તેના મળતીયાઓ દ્વારા બુથ નં. ૨૨૬ પાસે વોટીંગ કરવા જતા મતદારોને રોકેલ છે.
11. ૧૨-જામનગર લોકસભાના હાલ ફરજ ઉપર એલ.સી.બી.ના પી.આઈ. શ્રી લગરીયા દ્વારા પોતાના સત્તાના દુરુપયોગ કરીને સત્તા પક્ષને ફાયદો પહોચાડવા કોંગ્રેસના સમર્થકોની અટકાયત કરે છે.
12. તમામ પોલીગ બુથ પર નિમાયેલ અધિકારીઓ વોટીંગ દરમ્યાન એજન્ટો દ્વારા ભાજપના નિશાન વાળી પેન તેમજ સાહિત્ય ઉપયોગ કરીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે.
13. ૦૬-ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ ૪૨-વેજલપુર વિધાનસભા મતવિસ્તારના સંકલિતનગર પ્રાથમિક શાળા બુથ નં. ૨૨૨, ૨૨૬, ૨૩૨, ૨૩૩, ૨૮૯, ૨૯૦, ૨૯૧ વિગેરે ઉપર કાલુ ગરદન વિગેરે ગુંડા તત્વો દ્વારા મતદાન રોકવામાં આવેલ છે, તાત્કાલીક પગલા લઈ મતદાન ચાલુ કરાવવા બાબત
14. ૦૧- કચ્છ લોકસભા મોરબી વિસ્તાર રોટરી નગર જુનુ નામ અહેમદનગરમાં મતદારોને ધમકી આપવાની ફરીયાદ
15. ૬-ગાંધીનગર સંસદીય મતવિસ્તારના ત્રાગડ ગામના બુથ નં. ૨૩૧ ઉપર બોગસ વોટીંગ થઈ રહ્યાં અંગે ફરીયાદ
16. ૬-ગાંધીનગર સંસદીય મતવિસ્તારના ૪૨-વેજલપુર વિધાનસભામાં અસામાજીક તત્વો દ્વારા લઘુમતિ સમુદાયના લોકોને વોટ કરતા અટકાવવામાં આવે છે.
17. ૨-બનાસકાંઠા લોકસભા મતવિસ્તારના રાધનપુર બુથ નં. ૧૬૨ ઉપર ઈ.વી.એમ. ખોટવાયુ તે અંગેની ફરિયાદ
18. ૦૬-ગાંધીનગર, વાસણા ગામ બુથ નં. ૧૪માં ભાજપના ધારાસભ્યના પતિ દ્વારા દોઢ કલાક મતદાન અટકાવતા, મતદાન માટે વધારાના સમયની માંગ સાથે ફરિયાદ.
19. ૦૮-અમદાવાદ પશ્ચિમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શાળાના બુથ નં. ૭, ૮ અને ૫૫ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ, પોલીસ પોતે જ ભાજપના પ્રચાર કરતા હોવાની ફરિયાદ.

મતદાનના સમય દરમ્યાન મળેલી ફરિયાદો અંગે ચૂંટણી અધિકારીઓનું કોંગ્રેસ પક્ષના લીગલ સેલના દરમ્યાન ૨૦ થી વધુ વકિલશ્રીઓની ટીમ દ્વારા યોગ્ય પગલાં ભરવા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં સવારથી મતદાતાઓએ મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર મતદાન કરવા માટે લાઈનમાં ઉભા હતા. જે રીતે મતદાનની ટકાવારી, મતદારોનો ઉત્સાહ જોતા જણાય છે કે, પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતની જનતાએ પરિવર્તન માટે છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More