આજરોજ ધોરણ 12કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતા ઝાલા મિતએ 99.94 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠું સ્થાન મેળવી હીરા ઘસનાર પિતાના દીકરાએ સફળતાનો ડંકો વગાડ્યો છે. ઝાલા મિત એક ગરીબ પરિવારનો દીકરો છે. તેના પિતા હીરા ઘસવાનું કામ કરે છે. અભ્યાસમાં તેજસ્વી એવાં મિતનાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ સામાન્ય છે. ધોરણ 12 કોમર્સમાં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે હીરા ઘસનાર પિતાના પુત્રએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ઝાલા મિતના કહેવા મુજબ તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે. અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપસરના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. હવે ઝાલા મિતને આગળ કોમર્સમાં C.A. નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.
Author: ભાગવત ભૂમિ
Hi