ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા તથા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ

        રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયાડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરશાસકપક્ષ નેતા લીલુબેન જાદવશાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસિલાબેન સાકરીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૧૧/૦૫/૨૦૨૪ના રોજ ધોરણ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર કરેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવતા જણાવે છે કે, વિદ્યાર્થી જીવનનો સુવર્ણ સમય એ ધોરણ૧૦ની પરીક્ષાના પરીણામનો છે. ધોરણ૧૦એ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીનો પાયો ગણાય છે જેના પર જ કારકિર્દીની ઇમારતનું ચણતર કરવામાં આવે છે. આ પરીક્ષાના પરીણામ બાદ વિદ્યાર્થીઓને સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વગેરે જેવા પ્રવાહમાં પોતાની કારકિર્દીના ઘડતર કરવા માટે એક નવી દિશા મળે છે.

 

મનુષ્યના જીવનના દરેક તબક્કે અનેકવિધ કસોટીઓ આવતી હોય છે જેથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ઓછા ટકા સાથે ઉતીર્ણ થયેલ તેમજ નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ભવિષ્યમાં ફરી ખૂબ મહેનત અને પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી જ્વલંત સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે તેમ અંતમાં જણાવે છે.

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More