લોકલ ક્રાઇમ બ્રાન્ય રાજકોટ ગ્રામ્ય. રાજકોટ
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય
જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓ દ્વારા પ્રોહી તેમજ જુગારની બદી નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના પો.સબ. ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ તથા સ્ટાફના માણસો એલ.સી.બી.ની કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ. જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા, પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા, પો.કોન્સ મથુરભાઇ વાસાણી નાઓને સંયુક્ત રીતે મળેલ હકીકત આધારે વિંછીયા પો.સ્ટે. વિસ્તારના મોઢુકા ગામે પાટીયાળી ચોકડી પાસેથી એક ઇસમને વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-૬૩૦ તથા બીયર ટીન સાથે વિદેશી દારુનો ગણનાપાત્ર કેશ શોધી વિંછીયા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
aa
પકડાયેલ આરોપી-
(૧) જીગ્નેશપરી બળવંતપરી ગૌસ્વામી, રહે-મોટાદડવા, તા-ગોંડલ, જી-રાજકોટ
પકડવા પર બાકી આરોપી :-
(૧) નરેશભાઇ ઉર્ફે નાગરાજ રવુભાઈ ધાધલ, રહે-ઉટવડ, તા-બાબરા, જી-અમરેલી
(૨) અભયભાઇ કુવાડીયા, રહે-જંગવડ, તા-જસદણ, જી-રાજકોટ
પકડાયેલ મદ્દામાલઃ-
વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૫૮૨ કિ.રુ.-૪૬,૮૩૦/-
બીયર ટીન નંગ-૪૮ કિ.રૂ. ૪૮૦૦/-
મારુતી સ્વીફ્ટ કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૦,૦૦૦/-
કુલ કિ.રૂ.૫,૭૧,૬૩૦/-
કામગીરી કરનાર ટીમ-
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી તથા પો.હેડ કોન્સ. જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા, મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, રસિકભાઇ જમોડ, ધનશ્યામસિંહ જાડેજા વિગેરે એલ.
સી.બી.ટીમના સ્ટાફ જોડાયેલ હતા.